મઝા
ધીરૂભાઈ દેસાઈ સાહેબ ને રંજ હતો તો એ વાત નો કે ૧૦X૧૦ ની ઓરડી માંથી આજે થ્રી બેડરૂમ હોલ કિચેન ના ફ્લેટ માં આવ્યા અને તમામ સુખ સગવડતા હોવા છતાં ખુશ નહોતા !
ધીરૂભાઈ એ આજે તો પૂછી જ નાખ્યું “મનસુખભાઈ, તમે સદા હસતા જ રહો છો ! આવું શાને?” હસતા હસતા મનસુખભાઈ એ કહ્યું, “મન - હૃદયથી સાંભળો તો એક જ શબ્દ માં તેનું રહસ્ય છે! “અભિવ્યક્તિ“ પુરુષ માત્ર ગુસ્સાની જ અભિવ્યક્તિ કરી જાણે છે! તેથી દુઃખી છે પુરુષ આપણે અહમ છોડી, પ્રેમ, લાગણી, મજબૂરી,ઈચ્છા અને અનિચ્છા બધાની ખુલ્લા દિલ થી ઘરના સાથે “શેર“ કરીએ ને તો પછી જુઓ જિંદગીમાં કેવી મઝા અને મઝા જ હશે !