Gujarati Quote in Poem by Pankil Desai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારો વિચાર ખોવાયો...

હાથમાં રેતી જેવાં, મારાં વિચારો
લખું જો નહીં,અને કહેવા જો જાઉં!

ક્ષણભંગુરતા જોઈ એની, હું બનું બિચારો
યાદ કરી પાસે જાઉં, કહે ફરી નહીં આવું!

પડછાયાં જેવો, મારી આસપાસ ઘુમરે
હું કહું જરાં રોકા, તને માણું ને લખી લઉં!

કેફેમાં આપણી જુગલબંદીનાં જન્માક્ષર તો હતાં
આજે તું ન હતો, તો કોફી પણ ક્યાં કેફી હતી!

તારા ઇંતજારમાં, પવનનાં શરણે ગયો
તું સૂસવાટા જેવો આવીને, ફરી હવામાં ભળી ગયો!

પહેલાં ઘણું મળતાં એ દરિયાકિનારે ગયો, રખે તું મળે
મોજાં અને લહેરોમાં પણ તારાં પગલાં નામશેષ થયાં!

ડુંગરા ટેકરા ને પર્વત પણ ખૂંદી વળ્યો, હું વ્યાકુળ
કોણ જાણે સમયની કઈ ગુફામાં અંતર્ધ્યાન થયો!

આથમતાં સૂરજને કીધું, વિચાર મારો ખોવાયો
ક્ષિતિજની પેલે પાર, જરા તપાસ તો કરાવો...!

- પંકિલ દેસાઈ

Gujarati Poem by Pankil Desai : 111527817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now