ન્યાયપ્રિય જજસાહેબ એ બળાત્કારના કેસનો ત્વરિત ચુકાદો આપી દીધો- તમામ સબૂતો અને સાક્ષીની જુબાની પરથી કલમ ૩૭૬ મુજબ આરોપીને દસ વર્ષ કારાવાસની સજા સંભળાવવામાં આવે છે.
કેસની કાર્યવાહી પૂર્ણ કરી જજસાહેબ બહાર નીકળ્યા ત્યાં સામે તેમના પત્ની વીલા મોં એ ઊભા હતા- એ આપણો દિકરો છે તમે એને કેવી રીતે સજા કરી શકો?
જજસાહેબ- એ મારો દિકરો પછી, પહેલા એ મારાં દેશનો ગુનેગાર છે.
જજસાહેબ આટલું બોલી તેમના દિકરાને લઈ જતી પોલીસ વાન તરફ જોયાં વિના ત્યાંથી ઘર તરફ નીકળી ગયા.
#ત્વરિત