જન્મતા નવપલ્લવ જેવા આપણા આત્મજ ને આપણે આજ આજાર વારો દેશ આપીશું ? થુત્કાર છે પોતાના હાથે જ પોતાની દટંતર સર્જવા માટે . દેશપ્રેમના ત્વિષા પર ધાડાશાહીનુ આક્રમણ થયું છે અને માતા ભારતીને નથક્ષત કરી હાહાકાર મચાવી રહ્યો છે .
સરદાર પટેલે એક ભારતનું નિર્માણ કરી પુરો દેશ લોકોના હવાલે કરી નાંખ્યો પણ આપણે તેને જ દેફ કરી નાંખ્યો . ભ્રષ્ટાચાર અને ત્રાસવાદના ઉરગ પર દેશ કૃશ થઈ રહ્યો છે . લોકતંત્ર હવે ધાડાશાહી સામે જઈફ થઈ ગયું છે . રાજનીતિ તવાયફના કોઢા કરતા નિમ્ન સ્તર પર જઈ રહી છે . છતા પણ બધા મંચ પર મોટા મોટા અવાજે બોલી રહ્યા છે “મેરા ભારત મહાન” . જાણે કોઈની આવતા દારુણયની કલ્પના જ ન હોય કે પછી આંખ ફેરવવાની આદત થઈ ગઈ હોય એમ બધા આપણે શુ કહી ઉભા રહી જાય છે .
નેતાઓ કે કામરેડ દ્વારા બોલવામા આવતા દાહાત્મક ભાષણો દિગ્વ્યાપી બનીને રમખાણો સર્જે છે જેનો ભોગ નિર્દોષ લોકોને બનવું પડે છે . આપણામા રહેલી નઘરોળ માનસિકતા તેમનું જ અનુકરણ કરી દેશને તબાહ કરવાની એમની મનસા પુર્ણ કરે છે . ધર્મના નામ પર જેઓ ધર્માદ છે એવા લોકો ધર્મની દુહાઈ લઈ બહાર આવે છે . કયા ધર્મમાં કહ્યું છે કે નિર્દોષ લોકો ને કારણ વગર હણી નાખવા ?
“ધર્મ” શબ્દ ખુબ મહાન છે જેની થોડી માહીતી મે મારા એક લેખમાં આપેલી . ધર્મ પર ખતરાની વાતો કરતા આજના લોકો જ ધર્મભીરુ છે . જે હકીકતમાં ધર્મથી ડરેલા છે . જે લોકોમાં ધર્મ્ય છે એ લોકો જાણે છે અને બહાર આવીને ધર્માધ લોકોની આલોચના કરે છે .
મનોજ સંતોકી માનસ