Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલો જરૂર છે પ્રણય જીવનમાં એતો હર માણસ જાણતો જ હોય છે . સમયના આવરણો તોડી જ્યારે આત્મોન્નતિ તરફ આત્યંતિક લઈ જાય છે ત્યારે એ પરમબ્રહ્મમા આત્મસાત્ હોય છે . તમામ આધિઉપાધી છોડી દુનિયાના તમામ નિયમો થી આત્મરત હોય છે . જેને પ્રણયની પરાકાષ્ઠા કહેવાય છે .

પ્રથમ મિલન , પ્રણયમાં ખુબ મોટો ભાગ ભજવતું હોય છે . આશ્લિષ્ટ થઈ જવુ કે આશ્લેષ કરવું , સમયના જંજાવાતો સામે લડીને જ્યારે ત્યા પહોંચી છીએ ત્યારે તમામ ઈચ્છા ત્યા ઉપશમ થઈ જાય છે . મારુ પહેલું મિલન હતું . જે મારા જીવનમાં દીપ્તિમાન હતું . તળાવના શહેરમાં પ્રણયનો ગુઢાર્થ હતો જેનું મે ખંડન કરીને જીવનમાં એક નવા પ્રેમને ઉપાર્જિત કર્યો છે .

ઉલ્ફત જ્યારે દિલ પર સવાર હોય છે ત્યારે જીવનમાં રંગીનિયો કંઈક અલગ હોય છે . મારી ઢળતી જિંદગીને ઓહ પ્રિયે તારું આશ્વસ્ત હતું . ઉપદ્રષ્ટા રહેશે તમામ કળીઓ ચમનની જ્યારે આપણે આત્મસાત્ હતા . મારા જીવનની તદૈક્યમા તુ મહોબબ્તનો મેળો લઈને આવી છુ . મને ખબર છે તારો મારા પરનો પ્રણય અનેક વિયોગની આંધીમાંથી પસાર થઈ તપ:પૂત થયો છે .

એક આજારમા વિલીન થતા જીવને તે તારી બાહોપાસમા સમાવી લીધો છે . કંઈ રીતે હુ વર્ણવું એ પહેલા આશ્લેષને જે બે ધબકતા દિલને એકરૂપ કરતું હતું . હવે આવવા દે ઓહ પ્રભુ તારી પાનખરને જીવનમાં મારે તેમના પગરવથી ઉત્ફુલ્લ થયો છે બાગ જીદગીનો .

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111527189
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now