"હકારાત્મક દ્રષ્ટિકોણ"
હંમેશા બીજા ને મદદ કરવાની તમારી ભાવના જેટલી સબળ
હશે તમારામાં હકારાત્મકતા પણ તેટલી જ વધારે ઊર્જા સ્વરૂપે પ્રગટતી રહેશે આપણે નથી જાણતા આપણું જે મગજ છે એ એક એવું અદ્રિતીય છે કે જે કદાચ કોઈપણ સજીવોમાં નહીં હોય હંમેશા બીજા ને મદદ કરવા માટે આપણે જ્યારે તત્પરતા દાખવીએ છીએ ત્યારે આપણા મગજમાં રહેલા અમુક કેન્દ્રો માં અમુક રસાયણ સ્ત્રાવ નું ઝરવાનું શરૂ થઈ જાય છે (આ કોઈ પણ અભ્યાસ ના આધારિત નહીં પણ અનુભવ ના આધારે હું કહું છું... ઉદાહરણ તરીકે, જ્યારે આપણે કોઈ ની મદદ કરી એ છીએ ત્યારે આપણે અંદર થી આનંદ ની લાગણી અનુભવી એ છીએ... આવું મોટાભાગના લોકો અનુભવતા હશે જેમકે કોઈ અસહાય રસ્તો ઓળંગી રહ્યા હોય ને તમે તેને મદદ કરો તો આવી વ્યક્તિ ને મદદ કરવા માટે આપણે મગજ દ્વારા જ તો પ્રેરિત છીએ અને તે મદદ કર્યા બાદ આપણે એક અલગ જ આનંદ ની અનુભૂતિ કરી એ છીએ... બની શકે કે તે કદાચ ક્ષણિક હોય પણ તેટલો ક્ષણિક આનંદ પણ આપણને હકારાત્મક ઉર્જા અાપે છે માટે હંમેશા આવા લોકો બીજાને મદદ કરવા માટે પ્રેરાય છે.. Bindu 🌺
આપણને નાનપણથી શીખવવામાં આવે છે કે આ પાપ છે અને આ પુણ્ય છે પણ હકીકતમાં તો એવું કશું હોતું નથી (મારા મતે) જીવનમાં આપણે જો યોગ્ય અને અન્ય ને સહાયરુપ કાર્ય કરી એ તો આપણા શરીરમાં હકારાત્મક ઉર્જા પ્રગટે છે... અને આ હકારાત્મક ઉર્જા આપણને એક એવી ઉર્જા બક્ષે છે કે જેના થી આપણે નવા કાર્યો કરવા માટે પ્રેરાય છીએ, સારી વિચારસરણી ધરાવીએ અને આપણે સતત કાર્યશીલ રહીએ છીએ...આ જ બાબત નકારાત્મક ઉર્જા માટે પણ એટલી જ લાગુ પડે છે કે આપણે જ્યારે બીજા ને મદદ ન કરી એ,કે કોઈ ની હાંસી ઉડાવીએ અથવા તો કોઈ ની ઈર્ષા દ્રેષ કે અદેખાઈ કરી એ છીએ કે જ્યારે આપણે બીજા માટે નકારાત્મક દષ્ટિકોણ ધરાવી એ છીએ.. આપણને આપણા કાર્ય પ્રત્યે અણગમો થાય અથવા આપણે સુસ્તી અનુભવી એ અથવા તો આપણે હંમેશા ખરાબ અને નકારાત્મક વિચારો થી ઘેરાયેલા રહીએ છીએ..... Bindu 🌺
માટે પાપ પુણ્ય કરતા પણ જરૂરી છે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કે જે આપણને કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે અને જો આપણે આ બાબતને સમજી લઈએ તો આપણે આપણા જીવનને યોગ્ય માર્ગ પર દોરી શકીએ છીએ અને શરીર અને મનથી તંદુરસ્ત રહી શકીએ છીએ માટે આપણે હકારાત્મક વિચારો, અભિગમ ધરાવતા રહેવું જોઈએ...૨૪/૦૭/૨૦
🙏જય શ્રી કૃષ્ણ 🙏