Dt. 29.7.20. બુધવાર
: આજ નો મંત્ર:
મિત્રો પ્રણામ. આપણ ને પૂછવા માં આવે અંધકાર કઈ રીતે દૂર થાય છે? તો આપણા સૌ નો જવાબ હોય છે. સૂર્યદય થતા તેના કિરણો ના કારણે અને દિવા ના પ્રકાશ થી...
જીવન માં અને સૃષ્ટિ માં સૂર્યોદય, દિપક પ્રગટાવા થી, જ્ઞાન થી, ચેતના જાગૃત થવાથી પ્રકાશ થાય છે. માત્ર કલ્પના કરો સૂર્યોદય થવાનું બંધ થઈ જાય તો?
મિત્રો એક નાનકડો દિપક પ્રગટાવી ને પણ નાનકડા ઓરડા માં પ્રકાશ પાથરી શકાય છે તેમ નાનુ થઈ શકે તેવુ સારુ કાર્ય કરી ને જીવન માં પ્રકાશ પાથરી શકાય છે.
આપે રીક્ષા ચાલક ઉદયભાઈ જાદવ ની વાત સાંભળી હશે. અમદાવાદ માં ઉદય ભાઈ પોતની રીક્ષા માં "નમસ્તે કચરો ના ફેંકો રસ્તે, સારા પુસ્તક ની લાઈબ્રેરી, dustbin, પાણી ની વ્યવસ્થા સાથે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. સેવા નુ કામ પણ કરે છે. ઘણા રીક્ષા ચાલક ભાઈઓ દર્દી ને - વૃદ્ધ વ્યક્તિ ને મદદ કરી સેવા નુ કામ કરી સત્કર્મ નો પ્રકાશ પાથરી રહ્યા છે.
હું ઘણાજ એવા ભાઈ બેહનો ને ઓળખુ છુ જેવો શિક્ષક માંથી નિવૃત્તિ લીધા પછી અગર ભણેલા છે પરંતુ શિક્ષક નથી તેવો સામાન્ય કે ગરીબ બાળકો હોય તેમને શિક્ષણ આપી પોતાના જ્ઞાન નો પ્રકાશ પાથરી રહ્યા છે.
પૂજ્ય ગુરુદેવ રામશર્મા આચાર્યજી.પૂ પ્રમુખ સ્વામી, સાંઈબાબા, જલારામ બાપા, સીતારામ બાપા, શ્રી શ્રી રવિશંકર, જૈનમુનિઓ વિગેરે જેવા વર્તમાન ના ઋષિઓ અને આપણા પ્રાચીન ઋષિઓ એ પોતાની ચેતના જાગૃત કરી આપણી હિન્દુ સંસ્કૃતિ માં આધ્યાત્મ અને વિજ્ઞાન નો સમન્વય કરી માનવજીવન માં સુખ. શાંતિ. સમૃદ્ધિ ના પ્રકાશ ના કિરણો ફેલાવ્યા છે.
" તમસો માં જ્યોતિર્ગમય "
આવો આપણા માં રહેલ આર્થિક, શારીરિક, માનસિક ક્ષમતા મુજબ ગરીબ હોય કે તવંગર ને જરૂરિયાત સમયે મદદ કરી સમાજ માં સહકાર નો પ્રકાશ ફેલાવી એ.
જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત
🙏🌹કલ્પેશ ત્રિવેદી