Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરિયાદને બાદ કરો જીવનમાંથી.
ને પ્રભુને સાદ કરો જીવનમાંથી.

જે મળ્યું તેમાં સંતોષ માનો તમે,
ના કદી વિખવાદ કરો જીવનમાંથી.

સુખી છો તમે અન્ય કરતા ઘણાં,
એટલું બસ યાદ કરો જીવનમાંથી.

અસંતોષની આગમાં શેકાવું શાને?
છે એ આસ્વાદ કરો જીવનમાંથી.

મન ધરાય એટલું સુખ ના મળતું,
પ્રત્યેકથી સંવાદ કરો જીવનમાંથી.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111525083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now