#મુશ્કેલ
જીવન જીવવુ કયાં કપરું છે,
મારા માટે કયાં કઇં મુશ્કેલ છે.
પળે પળે હસતો જાઉં
કાંટાળા રસ્તા પર ચાલતો જાઉં છું,
મારા માટે કયાં કઇં મુશ્કેલ છે.
દોસ્તો ની દોસ્તી નિભાવતો જાઉં છું,
દુશ્મન નો નાં દાંત ખાટા કરતો જાઉં છુ,
મારા માટે કયાં કઇં મુશ્કેલ છે.
માનવતા ની મહેંક ફેલાવતો જાઉં છું,
હરેક મનુષ્ય ને પ્રેમ કરતો જાઉં છુ,
મારા માટે કયાં કઇં મુશ્કેલ છે.
કઠોર પરિશ્રમ કરતો જાઉં છુ,
રોજ રોજ તારો સાથ મેળવતો જાઉં છું,
મારા માટે કયાં કઇં મુશ્કેલ છે.
-Hiten Kotecha