એને હું સાંભળતો રહ્યો...બસ સાંભળતો જ રહ્યો...
મુશ્કેલ સમયનો તેના મન પર ભાર જ એવો હતો..
મારી પાસે કોઈ ઉકેલ નહોતો તે સમસ્યાનો..
પણ, તેની વાત સાંભળવાનું કાંઈ મુશ્કેલ નહોતું..
વાત પૂરી થઈ ને, તેનું મન હળવું થતું રહ્યું..
મુશ્કેલ સમય વીતી ગયો, હું તેના સ્મિતને જોતો રહ્યો..
હું જોતો રહ્યો, બસ, હું જોતો જ રહ્યો...
તેનાં મન પર હર્ષનો હલેસો લાગતો રહ્યો...
#મુશ્કેલ