Gujarati Quote in Motivational by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી જ જવાબદારી
=================================
(૧૦)
અપવાદરૂપ બાદ કરતાં તરુણ અને યુવાવસ્થાએ પહોંચેલાં બાળકો(દીકરા-દીકરીઓ) માં મિત્રતા સુધીની વાત હવે સિમિત રહેતી નથી કે નથી રહી.છોકરા છોકરી વચ્ચે બંધાતી મિત્રતામાં ક્યારેક એવું બને છે કે તેઓ પ્રેમસંબંધમાં પરોવાઈ જાય છે. પ્રેમસંબંધ જો સાચી રીતે સમજાય તો ખોટો નથી. ઘણા મોટેરાંઓ પ્રેમલગ્ન કરીને સુખી લગ્નજીવન માણે છે એ ય હકીકત છે. પરંતુ બાળકોમાં પ્રેમસંબંધની ગંભીરતા કરતાં બાહ્યાકર્ષણ વધુ હોય છે. શાળાભ્યાસ દરમિયાન ઉંમરવશ અને ઉપકરણવશ આવા આકર્ષણ એ તેનાં અભ્યાસમાં તો ખલેલ પહોંચાડે જ છે પણ સાથે સાથે સંબંધમાં જો કોઈ નકારાત્મક બીના બને તો તે માનસિક હતાશાનો ભોગ બને છે અને ક્યારેક ન કરવાનું કરી બેસે છે; શું આવું થશે તો ચાલશે?? ફોન બાબતે અગાઉ પહેલાં પ્રકરણમાં કહી ચુક્યો હોવા છતાં ફરી કહીશ કે આવી બાબતોમાં અપાવેલા ફોનનો દુરુપયોગ પણ એટલો જ જવાબદાર છે.
આપણા બાળકો આવી સંવેદનશીલ સમસ્યામાં ન સપડાય તે જોવું જ રહ્યું. અગર જો આવી બાબત જાણવા મળે તો તેને મારવા- ધમકાવવા કરતાં યોગ્ય રીતે સમજદારીથી વળાંક આપવામાં આવે તો ઘણાં બધા પ્રશ્નોનું સમાધાન શક્ય બને છે.'પ્રેમ' શબ્દને લઈને ભલભલા ફિલોસોફરો બની જાય છે પરંતુ આ અઢી અક્ષરનો પવિત્ર શબ્દ 'પ્રેમ' એ પ્રભુથી ઓછો નથી.
હા, એક વાત એવીયે ખરી કે પુખ્ત વયે પહોંચેલા દીકરા દીકરીનાં જીવનમાં જો યથાયોગ્ય પાત્ર હોય અને જો બધી અનૂકુળતાઓ સધાય તો તે બાબતે સર્વસંમતિથી હકારાત્મક નિર્ણય લઈ શકાય. પરંતુ આવા કિસ્સાઓ બહું ઓછા બને છે.("લગ્નગ્રંથીથી જોડાયાં છીએ"સીધા એવા જ સમાચાર મળે) એટલે બહેતર છે કે પોતાનાં બાળકની અંગત જાણકારી રાખવી એ આપણી જ જવાબદારી છે. બીજા જાણે અને ચર્ચાનો વિષય બને તે પહેલાં...
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Gujarati Motivational by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111523845
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now