વણથંભી ઇચ્છાઓની વણઝાર ચાલ્યાજ કરે છે,
એક પતે ત્યાંતો બીજી ચાર ઉભીજ હોય છે,
ક્યાંથી ખુશ રહેવું એ દોસ્ત જ્યાં ખુશી નો અર્થ જ સતત બદલાય છે,
મહત્વાકાંક્ષા ના નામે એક અનંત દોડ લગાવી દીધી,
સમજ જ ના પડી કે અંત તો છે છેક ક્ષિતિજ સુધી,
બસ એક ભ્રમણા, માયાજાળ કે દળદળ ના કુંડાળા
કયાંથી ખુશ રહેવું એ દોસ્ત જ્યાં ખુશી નો અર્થજ સતત બદલાય છે
#ખુશ