ઘર (ગઝલ)
કરૂણા ભરી નજરથી જોઉ છું
ઘરની હશે દીવાલ
એની ઇટ પર લખાયો
ઘરના સભ્યોનો ઈતિહાસ
એના અચેતન અંતરમાં
દબાયેલી છે જીવંત માનવીની હર ઉર્મિ
એના આસુ , એનુ હાસ્ય
અને એની ધબકતી જીદંગી
કાશ મૌનને વાચા હોત તો
એ સંભળાવત હર સભ્યની કથા
દુખની હર પળે કેવી રીતે
લેતા હતા તેઓ જીદંગીની મજા
ઘરમાં મહેક હતી સંસ્કાર
અને લાજ શરમની
ન સ્પર્શી શકી તેઓને હવા દારિદ્રયની
સમયની ક્રુર થપ્પડે
વિક્રુત કર્યો ઘરનો સુંદર ચહેરો
ચોતરફ ફેલાઈ ગયા
આશા નિરાશાના પવિત્ર પુષ્પો
ઉખડી ગયા દીવાલો પરથી સંસ્કાર
અને સદગુણના રંગો
ખંડેર ઘરમાં માત્ર રહ્યા છે ઈટ,
પથ્થરના નિર્જીવ અવશેષો.
- હર્ષ પટેલિયા
(All rounder)