'હુ ખુશ છું' ક્યારેક આ વિધાનમાં પણ નાખુશી વર્તાતી હોય છે,
અને મજામાં શબ્દ કહેવામાં અને હાવભાવ માં ફેર હોય છે ઘણો,
શબ્દોની સાથે જો મેળ ન હોય દેહભાષાનો,
તો સમજજો નક્કી છે કોઈ વાત જે તેને ખાય છે કોરી,
બાકી ખુશીના કારણ છે હજાર,
તેમ છતાં નાખુશી ના ખાબોચિયામાં છે હર કોઈ,
શીખી જઈએ હવે ખુશ રહેતા,
બદલાતી રહેશે ખુશીની પરિભાષા દર ક્ષણે!
#ખુશ