હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવુ છું.
આ દુનિયા માં ઈચ્છાથી, અવતાર ધરી હું આવું છું...હે માનવ...
વિસ્વ ચરાચર ઉપવન મારુ પાણી હું પીવડાવું છું
પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું ...હે માનવ...
હું ભિખસુક વેશ ધરુ છું ત્યારે ધરધર હાથ લંબાવું છું
માફ કરો એ શબ્દ સાંભળી, પારાવાર પસ્તાવું છું હે માનવ...
શ્રીમંતોની સુખ સાયબી આંગણે જોવા આવું છું
રજા સિવાય અંદર ના આવું વાંચીને વયો જાઉં છું ...હે માનવ...
દીનદુઃખી પર નફરત દેખી નિત આંસુડે નહાઉં છું
સંતો ભક્તોના અપમાન જોઈને હું અકળાઉં છું...હે માનવ...
ઓળખનારા ક્યાં છે આજે દેભી થી હું દુભાવું છું
આપ કવિની ઝુંપડીએ હું રામ બની રહી જાઉં છું ..હે માનવ...