પ.પુ. માતુશ્રી ઝવેરી બેન ને પુણ્ય તિથિ એ સ્મરણાંજલિ;
ખોળાના ખૂંદનાર નાં પણ ખોળા ના ખૂંદનાર,
ભર્યો ભાદર્યો દરબાર તમારો,' બા' ફક્ત તમારી જુદાઈ,
જાગતાં જોવ છું તો કલ્પના માં તમે છો,ઊંઘતા સ્વપ્ન માં દેખાય,
પળ પળ મધુર યાદ માં માડી, ૨૭ વર્ષ થયા વિદાય,
મીઠી તમારી મુક આશિષ, લઈ ને ઊગે છે અમારી સવાર,
મમતીલી તમારી મહેક થકી ' બા' ચાલે અમારો શ્વાસોચ્છવાસ ,
જનની, માતા, માવડી, ' માં ' મમતા ની મધ લાળ,
શ્રંધ્ધાજલી આપુ વંદન કરી ' બા ' તમને સો સો વાર.