#અર્ધ
અર્ધસત્ય, અર્ધી સત્યની વાતો,
ક્યારેક સમીપ ક્યારેક દુર હોવાની વાતો,
અદ્રૂત , અદંભિત્વ , અદ્રોહ વિનાનો ...,
તો પછી ? ઇશ્વર કેમ કણ - કણમાં સંતાણો,?
અદ્રશ્ય ,અદ્રલ , નિરાકાર કહી ખુદને ...,
જો તો પાછો કેવો અનેક આકારોમાં સમાણો .,
રમમાં સંતાકૂકડી કાંઈક સમીપતો આવ ,
હતો ક્યાં ? પ્રભુ તું..., જ્યારે પીઠમાં મારી ખંજર ભોકાંણો ,?
છે ઇશ્વર પરમ શક્તિ ,તો ન્યાય કર મારો ,
ઍક નાનો સવાલ કાજલ રેલાઈ આંખોમાં પૂછાણો ,
છોડ્યું તારા પર છતાં જા બધુજ જે કાંઇ થયુ ,...
નાની અમસ્તી વાતમાં ' વિરાજ 'રાઈનો પહાડ બધાંણો .
વિરાજ પંડ્યા.
(અદ્રૂત - અર્થ: આશ્ચર્યકારક; અલૌકિક ,અદ્રલ - બરાબર , સચોટ)