*એક દિવસ ગંગાને પૂછવામાં આવ્યું કે, તારા પાણીમાં નહાવાથી બધાજ પાપ ધોવાય જાય છે. તો એ પાપનું તું શું કરે છે.*
*ગંગા એ કહ્યું હું એ સાગરમાં નાખું છું. સાગરને પૂછવામાં આવ્યું ?*
*તું આ પાપનું શું કરે છે?.*
*સાગરે કહ્યું હું તો બધું વાદળોને આપુ છું... વાદળને પૂછ્યું .. તું આ પાપનું શું કરે છે?...*
*વાદળે સરસ જવાબ આપ્યો... હું વરસાદના રૂપમાં એમનાજ ઘરે વરસાવી આવું છું...*
*ધ્યાનમાં રાખો, કર્મનું કાળચક્ર આવુજ હોય છે. તમે જે કરશો એજ તમને પાછું મળશે...*
*સમાધાની બનો, અને કોઈને દુઃખ થાય એવું કાર્ય ન કરો.*
*દરેક વખતે એકજ બાજુનો વિચાર કરશો તો સામેની વ્યક્તિ તમને ખોટી લાગી શકે... બન્ને બાજુથી વિચાર કરીને જુવોતો ખરા, ક્યારેય ગેરસમજ નહીં થાય...*
*જે દિવસે માણસને સમઝાસે સામેની વ્યક્તિ ખોટી નથી, બસ એના વિચાર આપણાં કરતા અલગ છે.... તેજ દિવસથી જીવનના અનેક દુઃખની સમાપ્તિ થશે...!!!!*
-હર હર મહાદેવ...