"એ માંદલ ઢોરની જેમ હુ પયડો સો? દાક્તર પાહે જયન દવા લયાવ અટલે ટાટીંયા હાલતા થાય." મણીમાં એ પલંગ પર બેઠેલા એના દીકરા રમેશને ઉંચા સાદે કહ્યું.
બેવડા પગ કરીને બે દિવસથી પલંગમાં પડ્યું રહેવાનું કારણ પેટનો દુઃખાવો છે, એ મણીમાને ખબર નથી કે નથી રમેશે એની મણીમાને કહ્યું.
હવે, જ્યાં સુધી તમે કોઈને તમારી બીમારી ન કહો ત્યાં સુધી તમે સાજા થાઓ ખરા?
- તેજલ વઘાસીયા
#સાજા -થાઓ