આપણી જ જવાબદારી
=================================
(૮)
આજકાલ આત્મહત્યાનાં બનાવોએ જાણે માઝા મૂકી છે.ભલભલા લોકો આત્મહત્યા તરફ બહું સહજતાથી વળી જાય છે જે બાબતે તમે અને હું અવગત છીએ જ. કોણ જાણે કેમ બધા પ્રયોગો હાથવગા જ છે. સ્હેજ વાંકુ પડ્યું એટલે લટકી જવાનું કે ફૂદી પડવાનું !! બધા જ જાણે છે કે આને આત્મહત્યા જ કહેવાય : આત્મહત્યા એટલે આત્મ + હત્યા. મિત્રો આ છૂટા પાડેલા બે શબ્દોને વાંચ્યા પછી સમજવાનો પ્રયત્ન કરીશું તો ઘણા બધા ઉત્તર મળી શકે એમ છે. બીજી વાત એ કે કોઈ પણ જીવની હત્યા કરવાનો તમને કે મને કોઈ અધિકાર નથી;એ ચાહે સ્વની હત્યા પણ કેમ ન હોય? હત્યા આખરે હત્યા જ છે.
આ બધી વાત 'આપણી જ જવાબદારી' માં એટલે વણું છું કે આજના ફાસ્ટ જમાનામાં સંવેદનશીલતાની અતિશયોક્તિ કરતાં સમજદારીની વધુ જરૂર છે. પોતાનાં બાળકને કમ સે કમ એટલું તો મજબૂત બનાવીએ જ કે તે આજે અથવા ભવિષ્યમાં ગમે તેવી વિપરિત પરિસ્થિતિમાં પણ આત્મહત્યાનો માર્ગ તો ન જ અપનાવે. કેટલીક સાવધાનીઓ રાખીને આત્મહત્યાના દાખલા આપી તેની પછીનાં ગંભીર પ્રત્યાધાતો શું હોય છે તે બાબતની જાણકારી કે સમજ આપી બાળકને આવી દિશાથી વિમુખ કરી શકાય. વધુમાં એ પણ ખરું કે બાળકને તેની ઉંમર મુજબ અને તમારી દેખરેખ હેઠળ નાની મોટી મુશ્કેલીઓનો અહેસાસ કરાવો. ઘણાખરાં વાલીઓ એમ માને છે કે મારા બાળકને કોઈ પણ તક્લીફ ન પડવી જોઈએ અથવા તકલીફ આપવા ઇચ્છતા નથી.શા માંટે ? અરે એને થોડીઘણી તકલીફ પડવા દો અને એ સમસ્યામાં પોતે શું કરે છે તે ચકાસો,જરૂર પડે ત્યાં ઉગ્ર થયા વગર યોગ્ય માર્ગદર્શન કરો. બાળકનાં જીવનમાં ક્યારેક યથાયોગ્ય પનીશમેન્ટ પણ તેનાં ઘડતરનું જ કામ કરે છે. બાળક ભણીગણીને ગમે તેટલું મોટું લક્ષ્યાંક સિદ્ધ કરે પરંતુ જો તેની મુશ્કેલીઓ સામે માનસિક સજજતા નબળી હશે તો બધું જ કર્યા પર પાણી ફરી વળશે. અલબત્ત આ કામ માં બાપની સાથે શિક્ષકોનું પણ છે. મનની મજબુતાઇ એ જ પોતાની ઉદ્ધારક શક્તિ છે.
પરિણામ પહેલાંની ગંભીરતા છે; સમજો તો ધન્યવાદ.
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.