Gujarati Quote in Blog by Parmar Vanrajsinh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બ્હીતાં બ્હીતાં જીવવું
સાલુ ક્યાંથી ફાવે..!
સુક્ષ્મોને કરગરવું
સાલુ ક્યાંથી ફાવે..?

મેલા ઘેલા હાથોને
તો ઘસીયે ચાલો..!
ચોક્ખા ચટ્ટને ઘસવું
સાલુ ક્યાંથી ફાવે..?

ભેટા ભેટી, ધબ્બા ધબ્બી,
હૂંફ વિનાનું..!
આઘે ઉભી હસવું
સાલુ ક્યાંથી ફાવે..?

છત્તે રૂપે મોઢા ઉપર
પડદો બાંધી..!
અંદરથી સમસમવું
સાલુ ક્યાંથી ફાવે..?

મૌજુદા હાલાતે ભગવન્
સમજી શકીએ..!
તમને પણ અવતરવું
સાલુ ક્યાંથી ફાવે..?
😊

Gujarati Blog by Parmar Vanrajsinh : 111520755
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now