ઇન્દોરમાં એક 14 વર્ષનો છોકરો પોતાની લારી ઉપર ઇંડાની ચીજો બનાવતો હતો જેવી કે આમલેટ, ખીમો વગેરે ત્યારે એક દિવસ સાંજના સમયે નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ તેની પાસે આવ્યા ને રુપીયા સો માંગવા લાગ્યા ત્યારે આ છોકરાએ કહ્યુ કે ધંધો ચાલુ થયો નથી માટે હાલ મારી પાસે પૈસા નથી આથી આ સાંભળીને ગુસ્સે ભરાયેલા નગરપાલિકાના કર્મચારીઓએ આ છોકરાની આખી લારીની તોડફોડ કરી તેમજ સંખ્યા લારી ઉપર મુકેલી સંખ્યા બંધ ઇંડાની ક્રેટો જમીન ઉપર એટલે કે રોડ ઉપર ફંગોળી દીધી આ જોઇને તે એક બાજુ બેસીને રડવા લાગ્યો, આ દ્રશ્ય જોઇને આવતા જતા લોકોએ તેને આસ્વાશન આપ્યુ ને તેમાંના ઘણા સધ્ધર લોકોએ ભેગા મળીને ઇંડાની બીજી ક્રેટો ખરીદવા તેને પૈસા આપ્યા...
માનવતા આમ મહેંકી ઉઠે છે.