કમર અકડઈ જાય આખુ એટલા નમવું નહી
તાડના એક ઝાડ માફક પણ સજડ બનવું નહીં
એટલું નક્કી કર્યું, નક્કી કશું કરવું નહીં
જો કર્યું નક્કી પછી નક્કી કર્યું, ફરવું નહીં
દુશ્મનોથી પણ વધુ છે જોખમી પૂર્વાગ્રહો
રૂંધી નાખે શ્વાસ, ખુદને એ હદે નડવું નહીં
એક તણખાં જેટલી બસ આગ જેવા આપણે
જ્યોત થઈ પ્રગટી શકો ના ત્યાં સુધી ઠરવું નહીં
મન મળ્યું છે મન!નથી કંઈ માળિયું સમજો જરા!
બહુ જૂના ભંગાર જેવું કંઈ જ #સંઘરવું નહીં
જીવવામાં ને ઉમરને ગાળવામાં ભેદ છે!
સ્વાર્થમાં જીવાય જે એને જીવન ગણવું નહી.
#સંઘરવું