પ્રેમનો વિરોધાભાસ
----------------------------------------------------------------------
----------------------------------------------------------------------
ગજબનો આ વિરોધાભાસ છે
એની પાસે શબ્દો નથી કહેવાના
અને મારી પાસે હિંમત નો અભાવ છે.
પરસેવાની સોડમ પણ હવે સુગંધિત લાગે છે;
અને કડવા કરેલા પણ મીઠા લાગે છે;
કોણ જાણે કેવો બદલાયેલો મારો સ્વાદ છે,
ગજબનો આ વિરોધાભાસ છે,
એની પાસે શબ્દો નથી કહેવાના,
અને મારી પાસે હિંમત નો અભાવ છે.
હવે રાત્રે વહેલા ઊંઘ પણ નથી આવતી,
અને જલ્દી કોઈના પર ગુસ્સો પણ નથી આવતો;
કોણ જાણે આ મારો કેવો સ્વભાવ છે;
ગજબનો આ વિરોધાભાસ છે,
એની પાસે શબ્દો નથી કહેવાના,
અને મારી પાસે હિંમત નો અભાવ છે.
કદાચ આ જ પ્રેમનો પ્રથમ અહેસાસ છે
ગજબનો આ વિરોધાભાસ છે,
એની પાસે શબ્દો નથી કહેવાના,
અને મારી પાસે હિંમત નો અભાવ છે.