ચલાવ એ દુશ્મન તું બંદૂક હવે મરવું છે
થઈ ગયા જે શહીદ એને જઈ મળવું છે
શુ કરતા હશે યાર જઈ બાથે પડવું છે
કેમ છોડી ગયા સાથ એ જઈ પૂછવું છે
લપેટાઈ તિરંગે લાશ વતન પાછા ફરવું છે
બની આસું ની ધાર સ્વજનમાં વહેવું છે
વિખરાયેલુ ગામ જઈને ભેળું કરવું છે
દેશભક્તિ તણું ખુન રગે રગમાં ભરવું છે
થયા સ્વજન રાખ એ સ્મશાને બળવું છે
મળે જો મનખા દેહ,સૈનિક ફરી બનવું છે
રહે ગયેલ અધૂરું કામ ફરી મારે કરવું છે
થવા શહીદ વારંવાર આ દેશ માટે લડવું છે
આર.પી.ઝાલા...