કાંટાઓ ખૂચશે તેનો ડર નથી મનમાં,
ગર્વ છે સાચું ગુલાબ છે મારા હાથમાં,
આનાથી મોટો લાભ ક્યો જીવનમાં?
ઝંખનાઓ ભરીને લાવ્યા હતા મુઠ્ઠીમાં,
લીલોતરી છવાઇ ગઇ રોમેરોમમાં,
આનાથી મોટો લાભ ક્યો જીવનમાં?
શમણાં ભરીને લાવ્યા હતા ખોબામાં,
ઉઘાડી આંખે ઉડું હું આકાશમાં,
આનાથી મોટો લાભ ક્યો જીવનમાં?
માટીની યાદો ભરી ને લાવ્યા હતા શ્વાસમાં,
પ્રેમવર્ષા થી ભીની થઇ ભળી ગઈ સુગંધમાં,
આનાથી મોટો લાભ કયો જીવનમાં?
અશ્રુબિંદુ ઝળક્યું જેવું આંખોમાં,
ઓગાળી દીધું તમોએ વહાલના દરિયામાં,
આનાથી મોટો લાભ ક્યો જીવનમાં?
લેખાતા હતા અમે રજકણોમાં,
મઢી લીધા તમોએ અમને મોતીમાં,
આનાથી મોટો લાભ કયો જીવનમાં?
કલમ અને કાગળ હતા માત્ર હાથમાં,
સરકતા રહ્યાં તો તમો શબ્દોમાં,
આનાથી મોટો લાભ કયો જીવનમાં?
#લાભ