Gujarati Quote in Microfiction by Pradip Gajjar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેન્સર

ટેલિફોન નો ઘા કરી ને સાગર અચાનક ચપ્પલ પહેર્યા વગર જ દોડવા લાગ્યો . મમ્મી એ પૂછ્યું ક્યાં જવું છે એટલી ઉતાવળ માં કેમ એટલો અધીરો થાય છે શું થયું છે ? કઈ નય મમ્મી ; હોસ્પિલમાંથી કોલ હતો તું ફિકર ના કર હું આવું થોડી વાર માં .બાય...અરે બેટા સાંભળ.?..
તે એકી શ્વાસ થોડીક વાર માં હોસ્પિટલ માં પોચ્યો નીચે પૂછ્યું સેજલ ક્યાં વોર્ડ માં દાખલ છે ? જવાબ મળ્યો બીજા માળે રૂમ નં.૨૦૧ .ઓકે.. થેનક્યું !
તે રૂમ માં પોચી ને એકી નજરે જોવા લાગ્યો આજુબાજુ સેજલ માં પપ્પા ને મોમ સિવાય કોઈ નોતું .સેજલ બસ થોડી અધૂરી આંખો થી જોઈ સકતી હતી .સાગર ને આમ અચાનક જોઈ ને તે વિશ્વાસ નોતી કરી સકતી ., સાગર તું અહીંયા ? સાગર: હા ,કેમ ના આવી શકુ, પાગલ તને પ્રોમિસ તો કર્યું તું કે તારો સાથ નહી છોડુ.
સેજલ : અરે યાર તારી સાથે આવું કર્યું બીજા સાથે લગ્ન કરી લીધા છતાં પણ તું આવ્યો આટલા વરસો પછી પણ આવો પ્રેમ ...મને માફ કરી દેજે મારી ભૂલ માટે મે તને....બસ પાગલ હવે કઈ ના બોલ મને ખબર છે તને કેન્સર છે અને તારો પતિ તને છોડી ને ચાલ્યો ગયો છે તું ફિકર ના કર હું છું તારી સાથે જીવનભર.એક બીજા નો હાથ પકડી ને જૂની યાદો પળ વાર માં દેખાવા લાગી બંને ની આંખો માંથી પાણી વહેવા લાગ્યા ..
થોડી વાર બધું અવાચક થય ગયુ કોઈ જ અવાજ નહી બસ મોન હતું ...ત્યારે સેજલ એટલું બોલી , સાગર આઈ એમ સોરી..તારો પ્રેમ સાચો હતો આવતા જનમ માં તું મને પાછો મળજે પ્લીઝ...એટલું બોલતાં એની આંખો બંધ જ થઈ ગઈ......હું પ્રોમિસ આપુ છું આવતા જનમ તારો જ...,બસ સાગર આગળ ન બોલી શક્યો ...

પ્રદીપ ગજ્જર .✍️

Gujarati Microfiction by Pradip Gajjar : 111518655
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now