રક્ષા બંધન
________
આ પરંપરા ની વિધિ છે,પણ હ્રુદય સમંદર ઘણો તોફાની છે,
આજ રાખડી જે લાવી છું તેમાં તુજ નસીબ ની રેખા બનાવી છે.
કાગળ ઘણો ટુંકો છે જેમાં શબ્દો અધૂરા રહી જાય છે,
મન ની આંખો થી વાંચશો તો એના અર્થ
પૂરા થઈ જાય છે.
મન નાં મોતી વીણતાં વીણતાં અહીં જ વેરાઈ જાય છે,
ચાંદ માં ઝબોળી છે ચાંદની, જે સિતારા બની જાય છે.
હ્રુદય નાં તારો સાધતા સાધતા ક્યાંક તૂટી જાય છે,
તેને હૈયા ના હેત થી ગૂંથતા ગૂંથતા એ રાખડી બની જાય છે.
કિરણો ને ભીંજવતી વર્ષા થી, મેઘ ધનુષ બની જાય છે,
સૂરજ સાથે હોળી રમતા રમતા,રાખડી માં
રંગોળી બની જાય છે.
હ્રુદય માં ખીલેલાં પુષ્પો ની મહેંક , શુભેચ્છા બની જાય છે,
ત્યારે તન અને મન આજ રાખડી સાથે તુજ પાસે પહોંચી જાય છે.