ભૂતકાળ અમારો કેવો ભવ્ય હતો, હેં?
જયાં,જ્યારે જવું હોય ત્યાં જતા હતા.
ટેસ્ટી બાઇટ્સ અને ફાલતુ રાઇડ્સ લેતા'તા.
ભલા પેટ અને પેટ્રોલ આરામથી બગાડતા'તા.
ટોળટપ્પા અને પાનમસાલા મોજે માણતા'તા.
કયાંથી આવ્યો આ કોરોનાનો કકળાટ?
જેણે જબરો મચાવ્યો તરખાટ!
મોઢાં બાંધ્યાં કાન પકડાવ્યા,
ઘરમાં ટાંટિયા ધરાર ટકાવ્યા.
વાલી થઈ ને આવ્યો ભવિષ્યનો,
માનવજાત ને પાઠ ભણાવ્યો આકરો.
કહેર માનો કે મહેર, આ છે કુદરતનો ખેલ.
-- વર્ષા શાહ
#ભૂત