અણગમતી આંખોમાં થાય આદર જેવું,
ગામ પાદરે ફરકે જ્યારે કૈંક ચાદર જેવું.
ધારા ધ્રૂજતી થર થર કાંપે અગમ્ય અંધકાર,
તળકાએ ઓઢાડ્યું વગડાને કૈંક પ્રકાશ જેવું.
વ્યથા વરસતી કુમળા ફૂલો પર ઓજસ્વી,
વૃક્ષના પર્ણો ડાળીમાં શોધે કૈંક ગાગર જેવું.
જ્ઞાનના અક્ષરને જુવો વગડાનો વાસ મળ્યો,
નથી શબ્દના અંગ પર વસ્ત્ર કાના-માતર જેવું.
જગ જોવાનો અર્થ એ નથી કે ડરતી આંખે,
ભૂત યાદોનું ટપકું કનડગત કરે કસ્તર જેવું.
#ભૂત