ખુશ રહેવાને કોઇ બહાનું નથી, તો ય ખુશ રહું છું,
ખબર નહીં તારામાં હું શું ભાળી ગઇ છું, જિંદગી
તારો આભાર, તે મને પાળી એ માટે,
અને હું પણ જીગર જાન સમજી તને પાળી ગઇ છું, જિંદગી.
ઘણું મેળવ્યું છે મેં, એવું બધા જ કહે છે,
હું પણ એ વાત માની ખોયેલાનો ઉલ્લેખ ટાળી ગઇ છું, જિંદગી..
સંજોગોને ખભા પર રાખે એ નર આ દુનિયા માટે,
સંજોગોને ખોળો આપવા નારી થઇ છું, જિંદગી.
કોઇ રડે ને હું હસું, કે મારા રૂદન પર કોઈ ના હાસ્યનો આધાર હોય,બસ,આ જ વાત થી કંટાળી ગઇ છું ,જિંદગી.