#ધર્માંધ
સાચો ધર્મ તો સંસારમાં રહીને પણ નિભાવી શકાય છે અને તે છે તમારા કર્મ સ્વરૂપે... કોઈ જરૂરિયાતમંદ ની મદદ કરીને કે પછી ભૂખ્યાને પેટ પુરતું જમાડીને..
પણ સાચું કહું તો ક્યારેક લાગે છે કે મોટાભાગે તો ધર્માંધ લોકો એક બહેરુપિયા હોય છે એક કહેવત છે ને કે દેખાડવાનો અલગ અને
ચાવવાના અલગ.. તેમ સમાજને બતાવવા માટે જોગી રૂપી જોલા પહેરીને ફરે છે જેમ કે નવરાત્રી દરમિયાન ઘણી જગ્યાએ જોયું છે કે ઘણા લોકો એક બાજુ મા નવદુર્ગા ની પૂજા અર્ચના કરે છે અને બીજી બાજુ પોતાના ઘરમાં રહેતી સ્ત્રીઓ પર હાથ ઉપાડે છે અરે ત્યાં સુધી કે પોતે પુત્રીનો પિતા થવા ન માંગતો હોવાથી સમાજમાં પોતાનું પૌરુષત્વ બતાવવા ભુ્રણ હત્યા સુધીના અપરાધ પોતાની સ્ત્રી પર કરે છે શા માટે આવા ધર્મના જોલા પહેરવા અરે આવા લોકો કરતાં તો નાસ્તિક લોકો સારા કે જે પોતે અડગ રહીને સ્વીકારે છે કે તે કોઈ ધર્મમાં નથી માનતા હા પણ આવા લોકો સ્ત્રીઓ પ્રત્યે આદર ભાવ દાખવે છે તો ખરા.. શા માટે બીજાને દેખાડવા માટે થઈ સારું બનીને જીવન જીવવું તેના કરતાં તો સાચા બનીને જીવવું સારું... ધર્માંધ થઈ ખોટા દેખાડા અને પાખંડ કરીને માણસો ને મૂર્ખ બનાવી શકો છો પણ ભગવાનને જો માત્ર સારું કર્મ હશે ને તો એનું ફળ પણ ભગવાને ચૂકવવું જ પડશે પણ ખોટા પાખંડ કરીને કુકર્મ કરશોને તો વહેલું નહીં તો મોડું તમને તમારા કર્મો નું ફળ મળશે જ માટે બીજાને બતાવવા માટે થઈને ધર્મ ના નામે ધતિંગ કરવાનું છોડી દો માણસ બનીને જીવો.. પશુઓની તો ઉપમા પણ આવા લોકોને ન આપી શકાય....🙏 જય શ્રી કૃષ્ણ 🙏