" હોંશમાં "
કોણે કહ્યું આ દુનિયામાં બધાં છે મોજમાં,
જરાક ઝાંખીને જોવો બધાં નથી હોંશમાં,
લોકો મળે ત્યારે પૂછે, ' કેમ છે તમને?
' મજા માં ' કહીને છેલ્લે કહે,' નથી જોશમાં,
સમય સમય બળવાન છે નથી તમારા હાથમાં,
વહી જતાં ઝરણા અને પાણી નથી હોતા હોંશમાં,
પશુ-પક્ષીને કેમ કોઈ કહેતું નથી રહો પહેરવેશમાં,
' અમારે તો શું ' તમે માણસો બરાબર રહો હોંશમાં,
રખેને ભલેને સમય હોય આજકાલ ખેંચમા,
' પુષ્પસંગ ' હંમેશા જીવનમાં રહેશે હોંશમાં.
પુષ્કરરાય ડી.ગોંડલીયા