મારા જીવનમાં પ્રેમની જ્યોત જલાવી,
આપણા જીવનને તે પ્રેમથી મ્હેકાવ્યું....
મારા જીવનમાં લાગણીની જ્યોત પ્રકાશિત કરીને,
આપણા સંબંધોને સુહાસિત પ્રેમથી તે બનાવ્યું....
મારા જીવનમાં પ્રીતની જ્યોત પ્રગટાવીને,
આપણા જીવનને આભૂષિત કરી પ્રેમથી તે સજાવ્યું....
મારા જીવનમાં અંધકારરૂપી જ્યોતને દુર કરીને,
આપણા જીવનનાં દીવડાને પ્રગટાવી તિમિરને દુર કર્યું...
રાજેશ્વરી
#જ્યોત