Gujarati Quote in Poem by Writer Dhaval Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *કોને ખબર* !

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

એક જ વાર મળે છે,
નથી મળતી વારંવાર,
ગુમાવ્યા પછી શોધતા નહિ,
વિશ્વાસ તણાં વહેવારની આ વાત.

મળી કેટલી વહાલી જીંદગી,
હસી હસીને વિતાવો જૂની યાદો,
કારણ ?
કોનું રહયું કેટલું જીવન, કોને ખબર ?

સાથે મળીને હાથમાં હાથ નાખીને રહિયેને !
આવો પ્રેમ, બીજા પલમાં; છે કે નહિ કોને ખબર ?

તમારો મગજ ચાલે અને બીજા તમારામાં ફસાઈ !
ત્યારે જરાક ધ્યાન રાખીને વિશ્વાસથી રમત કરજો !
કારણ ?
તમને બનાવનાર; ક્યારે વીફરે, કોને ખબર ?

જીવવા માટે આપ્યું છે ભગવાને આ જીવન,
જીવીને દુઃખોને હરાવીને આપણે સાથે જીવીએ,
કારણ ?
અલગ કરવા દુશ્મન; કયા દાવ રમે, કોને ખબર ?

લાગણી અને પ્રેમના નામે ચાલે જીવનની ગાડી,
આંસુ અને પોતાનાપનથી ચાલે, ગાડીના પૈડાં !
ગાડી ક્યાંક ઉભી ના રહી જાય, કારણ ?
તમારા બદલવાથી કોણ તૂટે, કોને ખબર ?

કોઈનું સારું જોઈને કઈ મોટી ભૂલ ના કરી બેસતા !
સાથે રહીને, છરી વડે; એમના પર ઘાવ ના કરતા !
કારણ ?
કાલ ભગવાન કઈ રમત રમે, કોને ખબર ?

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Poem by Writer Dhaval Raval : 111514235
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now