એ ભગવાન સત્ય તું પણ સ્વીકાર કર
ન આપી શક્યો તું એનું કોઈ કારણ ન કર
હાથ બધું તારામાં છે છતાં નસીબ કહી બનાવ ન કર
એ ભગવાન સત્ય તું પણ સ્વીકાર કર
કહી જાણું તને કારણ ,રહી ગયો તારી પાસે બસ તું રહેમ કર,
પોતાને સાબિત કરવા બીજાને રડાવ ન કર
એ ભગવાન સત્ય તું પણ સ્વીકાર કર
રમત હતી તારી, જે સ્વપ્ન રચ્યું મુજ અંદર
કરી પ્રાથૅના પ્રેમે કરીને તારી પણ, નસીબ કહી છલાવટ ન કર
એ ભગવાન સત્ય તું પણ સ્વીકાર કર
ભુલ હતી મારી....ન આપ્યું મે, તારી રક્ષા કાજ તે સાબિત ન કર
એ ભગવાન સત્ય તું પણ સ્વીકાર કર
સાબિત કરે તું મને, એમા બીજા માનવ ને દોષી ન કર
એ ભગવાન સત્ય તું પણ સ્વીકાર કર
ન આપી શક્યો તું એ ભગવાન, એ સત્ય તું પણ સ્વીકાર કર....