આજે ઉડી લઉં બાજ સંગ
ભલે કલ્પનામાં ખરું
ઊંચાઈ આંબી લઉં આકાશે
નિહાળું ધરા ઉપરથી
પામી લઉં બાજ નજર ઘડી
શિકારની શોધમાં નહીં
વ્યથા વેદના વિરહ લોકોના
કેદ કરી લઉં નજરમાં
આવી જાઉં ધરતી પર પાછો
ઊંચી ઉડાનના ગર્વથી
કાશ શિકારી બની બાજ જેવો
હડપી લઉં વ્યથા સૌની
#બાજ