દિલના કૂવામાં ભલેને ઘનઘોર અંધારું હોય,
બાજ આંખોમાં હજીય છુપ્યું અજવાળું છે.
કાયાના પડછાયે ભલે નજરકેદ અજવાળું હોય,
બાજ આંખોમાં પ્રતિબિંબ આયનાંનું રઢિયાળું છે.
દર્દના હીરાને ભલે પેટાળનું વાહલું અંધારું હોય,
બાજ નજરથી સુક્ષ્મ નિરીક્ષણ સ્વઅંકુરિત છે.
મન શા માટે દોડે છે? જૂઠી શાનો શોકત પાછળ,
આંખો મિચાયા પછી સફેદ કફનનું અંધારું છે.
#બાજ