¤ બે --- બાજ ¤
નાનપણમાં ભગત પિતાજીના મુખેથી સાંભળેલી
સમજણ ભરી વાત, એક ઝાડ ઉપર બે બાજ પક્ષી
આવીને સામસામે બેઠાં, એકના મોઢામાં સાપ અને
બીજાના મોઢામાં ઉંદર, સાપે ઉંદરને જોયો તો તેના
મોં માંથી પાણી છૂટ્યું કે જમવાનું સારું છે, જ્યારે
બીજી તરફ ઉંદરે સાપને જોયો તો બીકનો માર્યો
થરથર ધ્રુજવા લાગ્યો,
સમજવાનું એ છે કે વાસ્તવમાં બન્ને સાપ અને ઉંદર છે તો મૌતના મુખમાં, તેમ છતાં ઉંદર ભયથી
થરથર ધ્રુજે છે જ્યાર સાપના મુખમાંથી પાણી
છૂટે છે,
ટૂંકમાં * સ્વાદ * અને * ભય * બન્ને મૌત કરતાં
પણ ભયંકર છે,
¤ જગદીશ ગજ્જર ¤
#બાજ