પાણીમાં ઘોળ્યા પ્રેમરંગ, હું તરંગી ના ઉતરે તરંગ
પ્રેમથી રંગાઈ વાલમ તુજ સંગ, હું જળ ને તું રંગ.
તારા સ્પર્શ વચ્ચે ઘોળાય રહ્યો, મુજ પ્રેમનો રંગ
એવી માર રંગની પિચકારી કે, હું થાઉં સપ્તરંગ
અનેક રંગ પૂર્યા આંખોમાં, પૂર્યો અંતરમાં પ્રેમરંગ,
સર્વસ્વ સોંપ્યું, તુજ વિશ્વાસે રમ્યો અંધારનો રંગ .
શ્વાસની ધૂન ચાલ્યા કરે ને તે પૂર્યો ભીતરનો રંગ,
પણ જોજે, મુજ ચરિત્રને ના લાગે ધૂળનો રંગ.
અંગના રંગ ઉડશે, જો તું નહિ પુરે સિંદૂરનો રંગ,
કહીશ ના, આવતી હોળી સાથે રમશું તુજ સંગ
છેલ્લા કેટલા વર્ષોથી સાંભળુ છું તારા વચન,
તું નહિ લે ધ્યાને, તો મુજ જીવતર થશે ખતમ.
બહુ અસહ્ય છે, આ તરંગી પ્રેમ રંગ.....
#તરંગી