Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#તરંગી

સાવ તરંગી સ્વભાવ હતો શિવમનો. લગ્ન પછી શિવમનો સ્વભાવ સુધરી જશે એમ માની શૈલીએ લગ્ન કરેલા. બે દિકરીઓના જન્મ પછી પણ એના સ્વભાવમાં કોઈ જ સુધારો નહીં. શિવમને ઘડીકમાં ધંધો કરવો હોય તો ઘડીકમાં નોકરીની ચાનક ચઢે પછી પાછળથી એકેયમાં ભલીવાર ન આવે. શિવમ ક્યારેક પોતાની મમ્મીની વાતોમાં આવીને શૈલી સાથે ઝઘડે અને ક્યારેક શિવમને શૈલીની વાત સાચી લાગે. ક્યારેક ક્યારેક તો શૈલીને પોતાના સ્વર્ગવાસી સસરા યાદ આવે. તેમણે સાચું જ કીધેલું , " સ્વભાવ તો લાકડે જ જાય. "

Gujarati Story by Vihad Raval : 111512588
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now