ગીતા ૨-૨૨,૨૩,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦
वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णा-
न्यन्यानि संयाति नवानि देही॥
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः॥
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि॥॥
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम्।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि॥
जातस्त हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना॥
आश्चर्यवत्पश्यति कश्चिदेन-
माश्चर्यवद्वदति तथैव चान्यः।
आश्चर्यवच्चैनमन्यः श्रृणोति
श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्॥
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि॥
માણસ જેમ વસ્ત્રો બદલે છે તેમ આત્મા શરીર બદલે છે.કોઈપણ વસ્તુ નો નાશ કરવા તે વસ્તુ નુ સચોટ સ્વરૂપ હોવું જરૂરી છે તો જ એનો અંત સંભવ છે.આત્મા કે કહો કે ઉર્જા , જેમનું નક્કર સ્વરૂપ જ નથી.આત્મા વિચાર કે વિકાર ધરાવતી નથી હોતી એ તેમનું અસલ નિત્ય રુપ છે. જ્યારે તેમાં વિચાર રુપી ઈન્ધણ મળે ત્યારે જ તે શરીર ધારણ કરવા આતુર હોય છે.આ જ માન્યતા અનુસાર જે શરીર ને આત્મા ધારણ કરે છે તે શરીર નો નાશ તો છે જ માટે તેમાં શોક વ્યક્ત કરવો જોઈએ નહીં.
તો એક વાત અહીં કહેવી જરૂરી છે કે ગીતા અનુસાર આત્મા અમર છે તો મહાભારત પછી આપણી માનસિકતા આટલી ભયભીત કેમ બની ગઈ ?, શાં માટે આપણે ગુલામી પ્રથા માં જકડાઈ ગયા, ખરુ જોતા તો આત્મા ને અમર જાણવા વાળો કોઈ ની ગુલામી સાંખી નથી શકતો.
કારણ છે પોપટીયુ આચરણ અને સમજણ. આપણે માત્ર સાંભળતા જ આવ્યા કે આત્મા અમર છે પણ અનુભવ માં કંઈ આવ્યું જ નહીં.ધર્મ કહે છે કે માનવી ખુદ પોતાનો ઉદ્ધારક છે.મહાભારત પછી જે ખુવારી આપણે જોઈ ત્યારબાદ અહિંસાવાદી વલણે આપણને નપુંસક બનાવી દિધા.પણ અહિંસા નું મહત્વ ત્યારે જ થાય છે જ્યારે હિંસા પરમ સ્તરે હોય.ગાન્ધી આ જાણતાં હતાં માટે જ તેઓ સફળ રહ્યા.
ram bahadur bomjon , જેને ૨૦મી સદીના બુધ્ધ કહેવાય છે, તેમણે પણ અથાક તપસ્યા નાં અંતે એક જ વાત કહીં કે મે મારો માર્ગ શોધી લીધો છે તમારે પણ તમારો માર્ગ ખુદ બનાવવો પડશે.
આ જ્ઞાન સાન્ખય જ્ઞાન કહેવાય છે મતલબ બસ જાણવું જ પૂરતું છે બીજા પણ જ્ઞાન છે જેનાં વિશે કુષ્ણ આગળ જણાવે છે.