હું હું કરી એ ચાલતી ને ને ચાલતી ચાલી ગઈ
વૃક્ષ ઉપર વેલી ચડી ડાળી ઝૂકી ગઈ અહીં
ટેકો દીધો મે વેંત નો ને માથે ચડી ગઈ તહીં
જાત ઉપર માન લઈ એ ખુદ ને ભાંગી રહી
રસ્તો દેખાડી છેકનો ને પંડે એ ચાલતી રહી
હું હું કરી એ ચાલતી ને ને ચાલતી ચાલી ગઈ
આભ છેટું અંતર હતું ખાઈ વચ ઊભી રહી
આવ વાયરા આવ તું અડીશ ના મુજને કદી
તારું ઘમંડ ચૂર ચૂર કરું એમ બોલી રહી
વાયરો વાતો રહ્યો ને ડોલી ઉઠી મારગ મહીં
હું હું કરી એ ચાલતી ને ને ચાલતી ચાલી ગઈ
દૃઢ હતું હૈયું એનું ઘમંડ ના જીરવી શકી
ઉપકાર નું સાટું ભૂલી અહમ્ ને વળગી રહી
તે કાપતું હૈયું એનું ને ભૌંઇ ભેગી થઈ પડી
ઉઠી ઉઠી ને ફરી પડી એ ધૂળમાં ગઈ ભરી
હું હું કરી એ ચાલતી ને, ને ચાલતી ચાલી ગઈ
શું આને ગાય શકાય ખરી ?