રંગમંચ પર નિભાવાતું પાત્ર સહેલું નથી,
નાહક નીકળવું આંખનું આંસુ સહેલું નથી.
અનેક કલાકારો ડૂબી ગયા માયાનગરીમાં
આમ, પોતાની જાતને ઘસવું સહેલું નથી.
નવીન અનુભવો થતાં હશે કલાકારને રંગમંચે
આબેહૂબ ભજવાતું સબંધોનું ગણિત સહેલું નથી
નટ સમ્રાટ બની જીવનભર જીવે કલાકાર
અભિનય નાનો કે મોટો તાદર્શ સહેલું નથી.
#સહેલું