"ગુલાબી રંગ નો કાગળ"
એક ગુલાબી રંગ નો કાગળ ડાયરી માંથી નીકળ્યો, કાગળ પર આછા આછા નાના નાના ગુલાબી ફૂલ છાપેલા હતા, સુંદર મજાની પીળા રંગ ની લાઈનિંગ કાગળ પર કરેલી હતી, કાગળ ના બંને ખૂણા પર લાલ રંગ ના ગુલાબના ફૂલ મજેદાર આકાર માં દોરેલા હતા, ખૂબ સુંદર અક્ષર માં કાગળ પર વચ્ચો વચ્ચ Love લખેલું હતું, બાકી નો કાગળ કોરો હતો, મારા ભૂતકાળને ફમફોળીયું પણ મારી કોઈ one sided story, સામે ના આવી આ ગુલાબી રંગ નો કાગળ મારી ડાયરી માં ક્યાંથી આવ્યો, એ વિચાર હજુ તો ચાલું હતો ત્યાં તો સામે આજીજી કરતો ચેહરો સામે આવ્યો. અને હું હસવા લાગ્યો, મારો મિત્ર મને કૉલેજ ના છેલ્લા દિવસે આ કાગળ લઈને મારી પાસે પોતાના માટે પ્રેમ પત્ર લખાવા માટે આવ્યો હતો, તે ને ખૂબ મને આજીજી કરી ત્યારે મે હા પાડી ને પેન કાઢી, ને એ ગુલાબી રંગ ના કાગળ પર Love લખી ને લખવાની શરૂઆત કરું, ત્યાં તેનું one sided love પોતાના ફેમિલી જોડે ગાડી માં જતું રૈયું ને કાગળ અધૂરો રહી ગયો, ને સાથે સાથે "સ્વયમભુ" મારા મિત્ર નો પ્રેમ પણ..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"