આપણે ઊભા છીએ નફરતથી ખીચોખીચ ભરાયેલા જ્વાળામુખીના મુખ ઉપર, જેની અંદર વસે છે, હિંસાની ધધગતી આગ ફૂંકતા
અસંખ્ય વિકરાળ વિકૃત મનુષ્યો , મનુષ્યો જ?
લાચારોનું લોહી ચૂસીને દિનપ્રતિદિન વિસ્તરતી
કાયાના એ આદમખોરો,ને એમની અંધારી આલમનો , રોજેરોજ વધતો જતો વ્યાપ.
અકળાવી મૂકનારો આડંબરોનો ઉકળાટ,
માસૂમોની કિકિયારીઓ અને વળી કેટલાક ફફળાટથી લપાઈને બેઠેલા ડૂમા.પડું પડું કરીને અટકી ગયેલા,ને આંખોમાં જ સૂકાઈ ગયેલા,અનાથ આંસુઓ,ને વેદનાથી વ્યાકુળ દિવાલો.
મેઘ પણ જ્યાં વરસીને વિકરાળ વરાળ બની જાય છે, એવા રણ પ્રદેશે ,તું કહે છે
એક આશય લઈને કે 'ઝાડ રોપીએ. ?
' હું એટલે જ તને ચાહું છું.!
-મિલન