ઘડપણ ઘેરે ત્યારે
અરે પાછું ચાલુ થયું આં મારું કામ કાજ
વિચારું છું, કેટલા બુલા ભરાશે આજ
બહુ બેસુરું છે આં; વિના સુર કે સાઝ
લાગે જાણે હોય નાની, વિના વીજની ગાજ.
વળી પાછી, છાતીમાં વધી રહી છે દાઝ
આવે છે બસ બેસૂરા અવાજ વિના કોઈ અલ્ફાઝ
આ થાય ત્યારે જીવ અકળાય અને બહાર જતાં આવે લાજ
વિચાર આવે, આં હાલત માં શું કહેશે સમાજ
અરે ઘડપણમાં તો આં ઘણાને થાય, આં છે ઓડકાર નો અવાજ
આટલી ગેસ, આટલો વાયુ, એક બુલો તો ભરાય જાય આજ.
Armin Dutia Motashaw