Gujarati Quote in Thought by Tr. Mrs. Snehal Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ કોંક્રિટનાં જંગલોમાં ધરતીનું કુદરતી રુપ ક્યાંક ખોવાઈ ગયું છે. ધરતીનું ઋણ છે આપણાં પર. એક તો એ આપણને ખોરાક પૂરો પાડે છે અને બીજું આપણે એનાં પર ચાલીએ છીએ. આપણું ઘર પણ ધરતી ઉપર જ બાંધ્યું છે. દેવાદાર છીએ આપણે આ ધરતીના. ધરતીનું સંપુર્ણ ઋણ ચૂકવવું તો શકય નથી પણ એને શકય એટલું ઓછું નુકસાન પહોંચે એટલી તકેદારી તો રાખી જ શકીએ. શકય એટલાં વૃક્ષો વાવી એનું જતન કરીએ, આ ધરતીનું ઋણ ચૂકવવાનો સૌથી સરળ ઉપાય છે.
પ્લાસ્ટિક અને રસાયણોનાં વધુ પડતા ઉપયોગથી ધરતીનું જે બંધારણ બગડ્યું છે એનું પરિણામ આપણે ભોગવી જ રહ્યા છીએ. ગરમીનું પ્રમાણ વધી ગયું. પૂર વધારે પ્રમાણમાં આવે છે, કારણ કે ધરતીનું પ્લાસ્ટિકયુક્ત અને ઓછાં વૃક્ષોવાળું બંધારણ પાણીનો સંગ્રહ કરવા સક્ષમ નથી. માટીનું પડ ઓછું થઈ ગયું છે, એની જગ્યા દબાઈ ગયેલા પ્લાસ્ટિકે લીધી છે, જે પાણીને જમીનમાં ઊંડે ઉતરવા દેતું નથી.
વૃક્ષો, જે ધરતીનું પાણીનું પ્રમાણ જાળવવામાં મદદ કરતા હતા એ જ ઓછા થઈ ગયા છે. આથી એનાં મૂળ દ્વારા જે પાણી જમીનમાં ઊતરતું હતું એ બંધ થઈ ગયું.
હજી પણ સમય છે, ધરતીનું ઋણ ચૂકવી શકાય એમ છે. વધુ વૃક્ષો વાવો. પ્લાસ્ટિક શકય એટલું ઓછું વાપરો. કુદરતની જગ્યા પર કોંક્રિટનાં જંગલો શકય એટલા ઓછા બાંધો.
#ધરતીનું

Gujarati Thought by Tr. Mrs. Snehal Jani : 111510161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now