#ધરતીનું
હે! માનવ , હવે જીવન બક્ષ તું ધરતી નું,
ખળખળ વહેતી નદીઓ ઉપર બંધ બાંધી,
તેહ તેને રોકવાની કોશિશ કરી,
હે! માનવ, હવે જીવન બક્ષ તું ધરતી નું.
ઉંચા પવૅતો ઉપર રૉપવે, હોટલો બાંધી,
ફરવાની મજા માણતાં માનવ,
હે! માનવ, જીવન બક્ષ તું ધરતી નું.
ધરતી ના પેટાળમાં જ ઇ તેને ખોદી,
હીરા, સોના નીકાળયા,
હે! માનવ, હવે જીવન બક્ષ તું ધરતી નું.
ધરતી ને ખોદી, કારખાના, ફેક્ટરી, બાંધી,
તેના દુષિત હવા, પાણી છોડ્યા,
હે! માનવ હવે જીવન બક્ષ તું ધરતી નું.
વૃક્ષો દ્વારા શુદ્ધ હવા આપતી ધરતી ને,
વૃક્ષો હટાવી રસ્તા, મેદાન બનાવ્યા,
હે! માનવ હવે જીવન બક્ષ તું ધરતી નું.
હળ, કોદાળી, મશીનો થી ખોદી,
તેના ઉપર ફામૅ હાઉસ, ભવ્ય હોટલો બનાવી,
હે! માનવ હવે જીવન બક્ષ તું ધરતી નું.
માનવ ને જીવન અપૅણ કરતી ધરતી માતા,
તારી ભુલોને માફ કરશે,
હે! માનવ હવે જીવન બક્ષ તું ધરતી નું...