મૃત આત્મા બોલે છે
_______________
હવે ચડેલા ફૂલોનો એ ભાર લાગે છે,ભલે તમે આપો છો મુજને બંદગી,
જો જીવતા એક પુષ્પ પણ મળી જાત નીરશ જીંદગી ને તો સુવાસ બની જાત જીંદગી,
હજારો ડાઘુ સાથે સ્મશાન યાત્રા એ ચાર ખંધા ઉપર નીકળી મુજ જીંદગી,
જો જીવતા એક પણ ખંધો મળી જાત તો આ દોડી જાત અપંગ જીંદગી,
હજારો અશ્રુ પડ્યા,દંભ થી ભીંજાઈ ગઈ છે મુજ જીંદગી,
જો સાચું અશ્રુ બિંદુ પડી જાત તો ખીલી જાત આ વેરાન જીંદગી,
ચિતા ની ચિંતા ન કરો, વગર ચિનગારી એ સળગી જશે સુકી કાયા ની આ જીંદગી,
પણ કોઈ ભીનાં હ્રુદય થી ભીંજાશે તો ઉગી જાશે અનેક જીંદગી,
આ કાગળ અને કલમ મૂકી જાવ છું,હવે થાકી ગઈ છે જીંદગી,
આ વાંચી ને સમજી શકશો તો સુધરી જશે અનેક જીંદગી.